મોરબીના મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડમાં કાલે શનિવારથી ડે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ

- text


 

મોરબી : મોરબીના કચ્છ નેશનલ હાઇવે પર અને કુદરતી વાતાવરણમા તા.12ના રોજ પ્રથમ મેચ રાધે vs અમર, બીજો રાધે ક્રિષ્ના vs અજળ, ત્રીજો મેચ મુરલીધર (મેઘપર) vs ક્રિષ્ના (કૃષ્ણનગર), ચોથો મેચ ધડકન vs લક્કી વગેરે મેચ સાથે નવા નાગડાવાસ ગામ મુકામે ડે ટુર્નામેન્ટનો શુભ પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં આવતી કાલે શનિવારે રાધે ઇલેવન મોરબી અને અમર ઇલેવન જૂના નાગડાવાસ વચ્ચે પ્રથમ મુકાબલા સાથે શુભારંભ થશે.આ ટુર્નામેન્ટમાં દરેક મેચ 10 ઓવરની રહેશે.સેમી ફાયનલ અને ફાઇનલમાં 12 ઓવરની રહેશે. તમામ લીગ મેચમાં પાવર પ્લે 3 ત્રણ ઓવરનો રહેશે ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ,મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેનને યોગ્ય ઇનામ આપવામાં આવશે. ટુર્નામેન્ટમાં અમ્પાયરનો નિર્ણય આખરી ગણાશે. ટુર્નામેન્ટમાં કોઈપણ ફેરફાર કરવાનો નિર્ણય આયોજકનો રહેશે. આ ટુર્નામેન્ટ સૌ પ્રથમવાર ગ્રીન ગ્રાસવાળા વિશાળ મેદાનમાં રમાશે.દરરોજ ચાર મેચ રમાશે એન્ટ્રી ફી રૂપિયા 5500/- રહેશે.વિજેતા ટીમ 21000/- અને રનર્સ અપ ટીમને 11000/- અને ટ્રોફી એનાયત કરવામાં આવશે.

- text