મોરબીની વતની યુ-ટ્યુબ ફેમ ભુરીભાભી હવે ગુજરાતી સિનેમામાં ઝળકશે

- text


મોની પટેલ અભિનીત ત્રણ ગુજરાતી ફિલ્મો આ ફેબ્રુઆરી માસમાં રિલીઝ થશે

મોરબી : ગુજરાતની એક નવી તારિકા તરીકે ઉભરી રહેલી યુ ટ્યુબના વિડીયોમાં ભુરીભાભી ફેમ મોરબી તાલુકાના રંગપર ગામની મોની પટેલ હવે ગુજરાતી સિનેમામાં ઝળકશે. તેના અભિનીત ત્રણ ગુજરાતી ફિલ્મો આ ફેબ્રુઆરી માસમાં રિલીઝ થવા જઈ રહી છે.

જેને થોડા સમયમાં ઘણી પ્રગતિ કરી, યુ ટ્યુબના વિડીયોમાં ભુરીભાભીથી ઓળખાતી થઈ, તે મોરબીના રંગપર ગામની મોની પટેલના યુટ્યુબના વિડીયોમાં ટેલેન્ટથી પ્રભાવિત થઈ ગુજરાતી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શકો એ મોની પટેલને સિનેમામાં કામ કરવાની તક આપી છે.

મોની પટેલ ગુજરાતી સિનેમાની 8 ફિલ્મો પુરી કરી ચૂકી છે. પ્રથમ ગુજરાતી ફિલ્મ તારીખ 11/2/2022 રિલીઝ થઈ રહી છે, જેનું નામ છે “એક ચપટી સિંદુર”. આ ફિલ્મ પુજારા ફિલ્મ્સ વડોદરાના બેનર હેઠળ બનેલી છે. તેના નિર્માતા દિગ્દર્શક સુરેશ એમ. ઠક્કર છે. ફિલ્મનું મેનેજમેન્ટ ગુજરાતની જાણીતી ફિલ્મ મેનેજમેન્ટ કંપની ગોટી ફિલ્મ પ્રોડક્શન હાઉસના કિશોર બી. ગોટીનું છે, કથા – પટકથા – સંવાદ સુરેશ એમ. ઠક્કરના છે. સંગીત જયેશ બારોટનું છે.

બીજી ગુજરાતી ફિલ્મ એસ. જી. પિક્ચરના બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ “હવે શું?” છે. તેના નિર્માતા હરેશ જી. પટેલ અને દિગ્દર્શક કિશોર બી. ગોટી છે. “હવે શું?” ગુજરાતી ફિલ્મ તારીખ 18/2/2022 રિલીઝ થઈ રહી છે. કથા – પટકથા – સંવાદ મોબિન ખાનના છે. સંગીત જયેશ બારોટનું છે.

- text

ત્રીજી ગુજરાતી ફિલ્મ રેહાના ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી “શરીફ બદમાશ” તારીખ 26/2/2022ના રોજ રિલીઝ થઈ રહી છે. નિર્માતા દિગ્દર્શક સલીમ યુ. મેમણ છે. ફિલ્મનું મેનેજમેન્ટ ગોટી ફિલ્મ પ્રોડક્શન હાઉસના કિશોર બી.ગોટીનું છે. કથા – પટકથા – સંવાદ કાંતિ પ્રજાપતિના છે. સંગીત માસ્ટર રાણાનું છે.

આમ, અભીનેત્રી મોની પટેલની આ મહિનામાં ૩ ફિલ્મ રિલીઝ થાય છે, તે આ નવી તારિકા માટે સુવર્ણ તક છે અને બીજી આવનારી ફિલ્મો લવનું લાઇસન્સ, અધૂરા અરમાન, હવે મારે ભણવું છે આગામી દિવસોમાં આવી રહી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text