પશ્ચિમ બંગાળના સાંસદ જૈન ધર્મ પર અભદ્ર ટીપ્પણી બદલ માફી માંગે : મોરબીનો જૈન સમાજ

- text


જૈન સમાજે વિરોધ દર્શાવવા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી : પશ્ચિમ બંગાળના સાંસદે જૈન ધર્મ પર અભદ્ર ટીપ્પણી કરવા બાબતે મોરબીના સમસ્ત જૈન સમાજે વિરોધ દર્શાવવા કલેકટર જે. બી. પટેલને આવેદન પત્ર પાઠવ્યું છે. જેમાં સાંસદ ટીપ્પણી બદલ જાહેરમાં માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ટી.એમ.સી. પાર્ટીના સાંસદ મહુઆ મોઇત્રા એ સંસદ ભવનમાં જૈન ધર્મ પર અભદ્ર ટીપ્પણી કરી હતી, કે જૈનના દીકરાઓ પરિવારથી છુપાઈને કબાબ અને નોનવેજ ખાય છે, તેમને ખબર નથી કે જૈન સમાજ ‘અહિંસા પરમો ધર્મ’માં માને છે, નોનવેજની વાત તો બહુ દુર રહી ગઈ પરંતુ જૈન ધર્મમાં કંદમૂળ બિલકુલ વપરાતા નથી, કંદમૂળ વાપરવું એ જૈન માટે બહુ મોટું પાપ છે.

જૈન ધર્મ ત્યાગ, અહિંસામાં માનનારો જીવદયા પ્રેમી તરીકે ઓળખાય છે. મહુઆ મોઇત્રાના રાજકીય લાભ અથવા તો પ્રસિદ્ધિ મેળવવા માટેના આ નિવેદનને વિશ્વનો સમસ્ત જૈન સમાજ વખોડે છે, કોઈપણ સાંસદ કે રાજકીય કે સામાન્ય વ્યક્તિએ કોઈપણ ધર્મ વિષે ટીપ્પણી કરવાનો હક્ક નથી, તો આગામી સમયમાં સંસદ ભવનમાં કે જાહેરમાં ફક્ત જૈન જ નહિ પરંતુ કોઈપણ ધર્મ વિષે ટીપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી.

- text

સાંસદને ખબર નહિ હોય કે હોટલોમાં અને હવે તો સરકાર દ્વારા રેલ્વેમાં પણ જૈન ફૂડની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે અને હોટલોમાં પણ જૈન ફૂડ શબ્દ મેનુમાં લખવામાં આવે છે. ત્યારે ટી.એમ.સી. પાર્ટીના સાંસદ મહુઆ મોઇત્રા તેમને કરેલ ટીપ્પણી બદલ જાહેરમાં અને સંસદ ભવનમાં આ પોતાના શબ્દ પરત ખેંચી લે અને માફી માંગે, મોરબીના સમસ્ત જૈન સમાજની વિનંતી સાથે માંગણી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text