મોરબી જિલ્લામાં નવા 53 કેસ : સતત ત્રીજે દિવસે વૃદ્ધનો ભોગ લેતો કોરોના

- text


 

જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 564 થયો : 119 દર્દીઓ સાજા થયા : 38 કેસ મોરબી તાલુકાના, બાકીના 15 કેસ અન્ય ચાર તાલુકાના

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 53 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 564 થઈ ગયા છે. બીજી તરફ સતત ત્રીજે દિવસે કોરોનાએ એક વૃદ્ધનો ભોગ લીધો છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1117 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 53 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 119 દર્દીઓ રિકવર પણ થયા છે.

- text

બીજી તરફ મોરબી શહેરી વિસ્તારના રહેવાસી 63 વર્ષના વૃધ્ધનુ કોરોનાના લીધે મરણ નોંધાયેલ છે. કોરોનાની સાથે તેઓને કેન્સરની બીમારી હતી. તેઓ હાલમાં કેમોથેરાપીની સારવાર હેઠળ હતા. તેમણે કોરોના રસીના બે ડોઝ લીધા હતા. તેવું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

5 ફેબ્રુઆરી, શનીવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

મોરબી ગ્રામ્ય : 17
મોરબી શહેર : 21
વાંકાનેર ગ્રામ્ય : 06
વાંકાનેર શહેર : 01
હળવદ ગ્રામ્ય : 01
હળવદ શહેર : 01
ટંકારા ગ્રામ્ય : 06
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 00
માળિયા શહેર : 00
કુલ : 53

5 ફેબ્રુઆરી, શનીવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 87
વાંકાનેર તાલુકા : 15
હળવદ તાલુકા : 02
ટંકારા તાલુકા : 12
માળિયા તાલુકા : 03
કુલ ડિસ્ચાર્જ : 119

- text