ટીકર ગામના પાણીના ટાંકા નજીક બોલેરોમાંહળવદના ટીકર ગામે જામગરી બંદૂક સાથે એક ઝડપાયો 

- text


ગુપ્તી લઈને નીકળેલો શખ્સ પણ પોલીસની ઝપટે

હળવદ : હળવદ પોલીસે તાલુકાના ટીકર ગામેથી જામગરી બંદૂક સાથે એકને શખ્સને ઝડપી લેવાની સાથે બોલેરો કારમાં સીટ નીચે ગુપ્તી છુપાવી નીકળેલા શખ્સને પણ દબોચી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ ટીમે બાતમીને આધારે ટીકર ગામની બ્રાહમણી નદીના મોટા પૂલ પાસે નદી અંદર ઉતરવાના ચીલા પાસેથી ટીકર સંધીવાસમાં રહેતા હબીબ ઉર્ફે બદીયો હાસમભાઇ ભટ્ટ્ટીને.દેશી બનાવટની જામગરી બંદુક કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ ઉપરાંત ટીકર પાણીના ટાંકા પાસેથી સંધીવાસમાં રહેતા શબ્બીર અકબરભાઇ સંધીને મહિન્દ્રા કંપનીની બોલેરો કાર રજી.નં-GJ-02-CG-8723 માં પાછળની સીટમાં એક ગુપ્તી હથીયાર સાથે મળી આવતા હથિયાર બંધી જાહેરનામા ભંગ સબબ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text