આમરણ નજીક કન્ટેનર પલટી જતા ચાલકનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના આમરણ નજીક કન્ટેનર પલટી જતા કન્ટેનર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ નજીક પીપળીયા ગામ પાસે કન્ટેનર નંબર GJ-12-BX-1688 રોડની સાઈડમાં પલટી જતા અવિનાસભાઇ સુરેશભાઇ પાસ્વાનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૂળ બિહારના અને હાલ કચ્છના થારુકા ગામે રહેતા શૈલેન્દ્રકુમાર રામતરી બીંડુએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text