વાંકાનેરમાં મકાન પચાવી પાડનાર મહિલા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

- text


સંબંધના દાવે મકાન રહેવા આપ્યું અને મહિલાએ ઘરનું સમજી લીધું

વાંકાનેર : વાંકાનેર ચંદ્રપુરની ભાટિયા સોસાયટીમાં લક્ષ્મીપરામાં મકાન ધરાવતા મોરબીના સદગૃહસ્થએ મહિલાને સંબંધના દાવે રહેવા આપેલ મકાન મહિલાએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મહેન્દ્રપરા શેરી નંબર એકમાં રહેતા અશોકભાઇ કીશનચંદ તુલશીયાણીએ વાંકાનેર ચંદ્રપુરની ભાટિયા સોસાયટીમાં લક્ષ્મીપરામાં આવેલ તેમનું મકાન સબંધના દાવે સુનીતાબેન વિકાસભાઇ મીંડાને વર્ષ ૨૦૧૧-૨૦૧૨માં રહેવા માટે આપ્યા બાદ ખાલી કરવા જણાવતા મહિલા દ્વારા બદનામ કરવાની ધમકી આપી મકાન અને દુકાન ખાલી કરવામાં ન આવતા અંતે આ મામલે લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરી હતી.

જે અરજી કમિટી દ્વારા માન્ય રાખવામાં આવતા વાંકાનેર પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ ચંદ્રપુર ગામના ભાટીયા સોસાયટી સર્વે નં.૧૨૯ પેકી ૦૪ પ્લોટ નં.૦૪ રહેણાક હેતુ માટે નો ૫૮-૫૩ ચો.મી. વાળુ મકાન ઉભા ઇમલા સહીતનુ નીચે દુકાન ઉપર રહેણાક વાળુ મકાન પચાવી પાડવાના આશયથી કબજો કરી લઇ આજદીન સુધી પોતાના કબજામા રાખી વપરાશ કરતા જમીન પચાવી પાડવા ઉપરના પ્રતિબંધ કાયદા અન્વયે લેન્ડ ગ્રેબિંગ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text