મોરબીમાં બાયપાસ ઉપર કારમા દારૂ હેરફેર કરતા એક ઝડપાયો

- text


પોલીસે રૂપિયા ત્રણ લાખની કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી કંડલા બાયપાસ રોડ ઉપરથી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે કારમાં દોઢ પેટી દારૂ લઈને નીકળેલા શખ્સને ઝડપી લઈ રૂપિયા ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મોરબી કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે હોન્ડા અમેજ કાર લઈને નીકળેલા ફીદાઈ પાર્ક ખોજા સોસાયટી શનાળા બાયપાસ ઉપર રહેતા નુરૂદીનભાઈ ઈજારઅલીભાઈ કંસરાણીને અટકાવી તલાસી લેતા કારમાંથી મેકડોવેલ્સ નંબર -1 સુપરીયલ્સ વ્હીસ્કીની બોટલ નંગ-18 કિમત રૂપિયા 6750 મળી આવી હતી.

પોલીસે કારમાંથી વિદેશી દારૂ મળી આવતા રૂપિયા ત્રણ લાખની કિંમતની કાર તેમજ શરાબ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text