ચોરી ઉપર સે સીના જોરી : કેરાળી ગામે મીટર ડાયરેકટ કરી વીજચોરી કરતા પિતા – પુત્રએ વીજ કર્મીઓ ઉપર હુમલો કર્યો

- text


વીજ કર્મી દ્વારા ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી તાલુકાના કેરાળી ગામે વીજ મીટર ડાયરેકટ કરી વીજ ચોરી કરતા પિતા પુત્ર સહિત ચાર શખ્સોએ વીજ ચેકીંગમાં ગયેલ વીજ કર્મચારી ઉપર હીંચકારો હુમલો કરી લાકડીથી માર મારવાની સાથે ફડાકા ઝીંકી દેતા વીજ કર્મી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના કેરાળી ગામે વીજ ચોરી ચેકીંગ સંદર્ભે ગયેલી ટીમ સવજીભાઇ અરજણભાઇના ઘરે વિજ ચેકીંગમા જતા તેમનુ વીજ મિટર ડાયરેકટ ચાલુ હોવાથી મીટર ઉતારી લેતા ઉશ્કેરાઈ ગયેલા સવજીભાઇ અરજણભાઇ, તેના પુત્ર, અમુ રાણા હુંબલ અને એક અજાણ્યા ઇસમે વીજ કર્મચારી જીતેંદ્રભાઇ અશોકભાઇ રાજા ઉપર હુમલો કરી લાકડી ફટકારી તમાચા મારી દીધા હતા.

આ ઉપરાંત વીજ કર્મચારીઓ પોતાની ગાડી પાસે જતા ચારેય આરોપીઓએ એક સંપ કરી સાથી કર્મચારી સુરજભાઇ ગોવિંદભાઇને મુઢ ઇજાઓ કરી ફરજમાં રુકાવટ કરતા ધ્રોલ ખાતે રહેતા વીજ કર્મચારી જીતેંદ્રભાઇ અશોકભાઇ રાજાએ ચારેય ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૩૨,૧૮૬,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text