મોરબી જિલ્લામાં કાલે શનિવારથી ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી

- text


મોરબી : મોરબી જિલ્લામાં આગામી પાંચ દિવસ એટલે કે તા. ૨૯-૦૧થી તા. ૦૨-૦૨ સુધી ઠંડીમાં ઘટાડો નોંધાવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લામાં આગામી તા. ૨૯-૦૧-૨૦૨૨થી તા.૦૨-૦૨-૨૦૨૨ દરમ્યાન હવામાન સૂકું, ઠંડુ અને ચોખ્ખું રહેવાની શક્યતા છે. આ સમયગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૨૮-૨૯ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૧૧થી ૧૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૩૯થી ૭૮ અને ૧૬થી ૩૧ ટકા રહેશે. પવનની દિશા ઈશાન, વાયવ્ય અને પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૭થી ૧૬ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

- text