મોરબી જિલ્લામાં ત્રણ નવી એમ્બ્યુલન્સ ફાળવાઈ

- text


સિવિલ હોસ્પિટલમાં પણ ICU સહિતની આધુનિક સવલતો સાથેની એમ્બ્યુલન્સ ફાળવાઈ, 27મીએ લોકાર્પણ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના કાળમાં આરોગ્ય સુવિધા વધારાઈ છે અને મોરબી જિલ્લામાં ચાર નવી એમ્બ્યુલન્સ ફાળવાઈ છે. જેમાં 27મીએ ત્રણેય એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાશે.

- text

મોરબીના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાની ગ્રાન્ટમાંથી ત્રણ નવી એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં બે પીએસસીમાં એક ભરતનગર, બીજા માળીયાના વવાણિયા, અને એક સીએચસીમાં જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્રને અર્પણ કરવામાં આવશે.આ ઉપરાંત આઈસીયું અને વહીલ્સ સહિતની તમામ પ્રકારની સગવડતા સાથે એમ્બ્યુલન્સ મોરબી સિવિલ હોસ્પિટલમાં ફાળવવામાં આવી છે. અત્યાર સુધીમાં 30 જેટલા પીએસસીમાં 15 જેટલી એમ્બ્યુલન્સ છે. જયારે મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ ICU સહિતની આધુનિક સવલતો સાથેની એમ્બ્યુલન્સ ફાળવતા હોસ્પિટલમાં કુલ ચાર એમ્બ્યુલન્સ થઈ ગઈ છે. નવી આવેલ 4 એમ્બ્યુલન્સનું 27મીએ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે લોકાર્પણ કરાશે.

- text