મોરબી જુના બસ સ્ટેન્ડમાં પે એન્ડ પાર્કિંગ માથાનો દુખાવો બન્યું

- text


ટુ વ્હીલર માટેના પાર્કિંગમાં આડેધડ રીક્ષા અને ફોર વ્હીલ પાર્ક થવા લાગતા બસ આવાગમનમાં મુશ્કેલી

મોરબી : મોરબી જુના બસ સ્ટેન્ડમાં પે એન્ડ પાર્કિંગ માથાનો દુખાવો બન્યું છે. જેમાં ટુ વ્હીલર માટેના પાર્કિંગમાં આડેધડ રીક્ષા અને ફોર વ્હીલ પાર્ક થવા લાગતા બસ આવાગમનમાં મુશ્કેલી ઉભી થાય છે. આથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ અફડા-તફડી ભરી પરીસ્થિતિનો ટૂંક સમયમાં ઉકેલ લાવવાનો ડેપો મેનેજરે નિર્દેશ આપ્યો છે.

- text

મોરબીના જુના બસ સ્ટેન્ડમાં છેલ્લા 15 દિવસથી ટુ વહીલર માટે પે એન્ડ પાર્કિગની સુવિધાઓ ચાલુ કરવામાં આવી છે. આ સુવિધાના યોગ્ય અમ્લના અભાવે મુસાફરોને હાડમારી ભોગવવી પડે છે. કારણ કે, માત્ર ટુ વ્હીલર માટેના પાર્કિંગમાં આડેધડ રીક્ષા અને ફોર વ્હીલ વાહનો આડેધડ પાર્ક કરવામાં આવે છે. આવા વાહનો સમક્ષ સંબધિત તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. જુના બસ સ્ટેન્ડના ગેઉટ પાસે જ આ રીતે આડેધડ પાર્કિગ થતું હોવાથી ટ્રાફિક વધવાની સાથે એસટીને આવાગમનમાં અવરોધ થાય છે. આથી વાહન પાર્કિગનો યોગ્ય અમલ કરવા અને નાના વાહનો પાસેથી વસુલતો રૂ.10 નો ચાર્જ પણ ઓછો કરવાની લોકોએ માંગ ઉઠાવી છે. આ બાબતે એસટીના ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, આડેધડ પાર્કિગ થાય છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરશે અને માત્ર ટું વહીલર પાર્કિગની વ્યવસ્થાનો અમલ થાય તેવી કાર્યવાહી કરાશે.

- text