ચાર વર્ષથી ફરજ ઉપર હાજર ન થનારા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ

- text


મોરબી રિઝર્વ પીએસઆઇ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી તાલુકાના માળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને બાદમાં હેડ ક્વાટર્સ મોરબી ખાતે બદલી પામેલા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા ચાર-ચાર વર્ષથી ફરજ ઉપર હાજર ન થતા અનેકાનેક નોટિસ બાદ રિઝર્વ પીએસઆઇ દ્વારા મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

પોલીસ હેડ કવાર્ટર મોરબી ખાતે ફરજ બજાવતા પીએસઆઇ ગોવીંદભાઇ મેણંદભાઇ ડાંગર દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આર્મ પોલીસ કોન્સ્ટેબલ ફતેસંગ તખતસંગ ગઢવી વિરુદ્ધ જી.પી.એકટ કલમ-૧૪૫(૩) મુજબ ગુન્હો નોંધાવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પોલીસ કોન્સ્ટેબલ ફતેસંગ તખતસંગ ગઢવી ગત તા.૨૬/૧૨/૨૦૧૭થી આજદિન સુધી નોટીશની બજવણી કરવા છતા કોઇ પણ પ્રકારની લેખીતમાં કે મૌખીકમાં જાણ કર્યા વગર પોતાના મનસ્વી પણે પોતાની ફરજ પર ગેરહાજર રહેલા હોવાનું જણાવાયુ છે

- text