માળિયામાં સિંગલ બેરલના તમંચા સાથે એક ઝડપાયો

- text


 

માળિયા : માળિયા મિયાણા પોલીસે બાતમીના આધારે ભટ્ટીની વાંઢમાંથી વાડા વિસ્તારમાં જવાના કાચા રસ્તે અલ્લારખાભાઈ તૈયબભાઈ ભટ્ટી ઉ.વ.23ને સિંગલ બેરલ હાથ બનાવટના દેશી તમંચો કિંમત રૂ. 5000 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઈ એન.એચ. ચુડાસમાં, હેડ કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, કોન્સ. સંજયભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમાં, ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજા રોકાયેલ હતા.

- text

- text