વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાથી હિટ એન્ડ રનનો ભેદ ઉકેલતી ટંકારા પોલીસ

- text


ટંકારાના હરિપર નજીક અકસ્માત સર્જી નાસી છૂટેલો રાજકોટનો બોલેરો ચાલક ઝડપાયો

ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર હરિપર નજીક ગત તા.4જાન્યુઆરીના રોજ હિટ એન્ડ રન અકસ્માતની ઘટનામાં શ્રમિકને મોતને ઘાટ ઉતારી નાસી ગયેલા બોલેરો ચાલકને ટંકારા પોલીસે વિશ્વાસ સીસીટીવી કેમેરા નેટવર્કની મદદથી ઉકેલી નાખી રાજકોટના બોલેરો ચાલકને ઝડપી લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૦૪/૦૧/૨૦૨૨ના રોજ ટંકારા પોલીસ સ્ટેશનની હદમા હરીપર ગામથી આગળ રોડ ઉપર રાકેશકુમાર ભુરજીભાઇ ડોડીયા કામ કરતા હતા તે સમયે એક સફેદ કલરની મહેન્દ્રા બોલેરો પીકઅપના ચાલકે હડફેટે લઈ મોત નિપજાવી નાસી છૂટતા ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.

- text

વધુમાં આ હિટ એન્ડ રનની ઘટનાનો ભેદ ઉકેલવા ટંકારા પોલીસે મોરબી શહેરમાં વિશ્વાસ પ્રોજેકટ હેઠળ સીસીટીવી કેમેરા ચેક કરતા ગુન્હામાં સંડોવાયેલ બોલેરો પીકઅપ ગાડી નંબર મળી આવ્યા હતા અને વાહન માલીકનું નામ સરનામું મળી આવતા પોલીસે રાજકોટ ગોંડલ રોડ ઉપર શિવપરામાં રહેતા આરોપી વિનોદભાઇ જેસંગભાઇ બરારીયા પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી હતી.

આ સફળ કામગીરી ટંકારા ઇન્ચાર્જ પીએસઆઇ એસ.એમ.રાણા, પીએસઆઇ એ.વી.ગોડલીયા, પો.કોન્સ.પ્રકાશભાઇ પ્રભાતભાઇ ડાંગર, સર્વેલન્સ સ્કોડના પો.હેડ.કોન્સ. વિજયભાઇ બાર, પો.કોન્સ.વિપુલભાઇ બાલસરા, હિતેષભાઇ ચાવડા, બિપીનકુમાર અમરશીભાઇ, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા, ખાલીદખાન રફીકખાન તથા અનીલભાઇ હરીભાઇ સહિતના સ્ટાફે કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text