માનવજીવનનો મર્મ જે સિદ્ધિ મેળવેલી છે તેમાં રહેલો નથી પરંતુ જે સિદ્ધ કરવા મથે છે તેમાં રહેલો છે : ખલીલ જિબ્રાન

- text


06 જાન્યુઆરી : પ્રખ્યાત અમેરિકન લેખક ખલીલ જિબ્રાનના જન્મદિવસે વાંચો તેમના દસ રસપ્રદ સૂત્રો

ખલીલ જિબ્રાન એક લેબનીઝ-અમેરિકન કલાકાર, કવિ અને લેખક હતા. તેમનો જન્મ 6 જાન્યુઆરી, 1883ના રોજ લેબેનાન બશેરી ગામમાં થયો હતો. તેઓ અરબી સાહિત્યમાં તે ‘ખલીલ જિબ્રાન’ નામથી અને અંગ્રેજી સાહિત્યમાં ‘ખલીલ જ્વાર્ન’ નામથી મશહૂર થયા છે. ખલીલ દુનિયામાં શેક્સપિયર અને લાઓ-ત્ઝુ પછી ત્રીજા નંબરના સૌથી લોકપ્રિય કવિ છે.

ખલીલ જિબ્રાનને ચિત્રકળાનો તેને ભારે શોખ હતો. તેમજ તેણે બાર વર્ષમાં અરબી, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષા શીખી લીધી. તેમની કૃતિઓનું વશીકરણ એટલું બધું વ્યાપક હતું કે જીવનના બધા જ ક્ષેત્રના માણસો એના શબ્દોથી કોઇને કોઇ રીતે પ્રભાવિત થતાં. પ્રેમ, લગ્ન, સંતાન, ઘર, વસ્ત્રો, સૌંદર્ય, મૃત્યુ જેવા 26 વિષયો પર તેમના વિચારો અદભુત છે. કિશોરલાલ મશરૂવાલાએ ‘વિદાયવેળાએ’ પ્રોફેટનો કરેલો અનુવાદ સાર્થક છે.

તે એમના ચિંતનના કારણે સમકાલીન પાદરીઓ અને અધિકારી વર્ગની નારાજગીનો ભોગ બન્યા હતા, અને નાતબહાર અને દેશનિકાલ પણ થયા હતા. તેમના અનોખા વિચારોને કારણે જિબ્રાનના સાહિત્યમાં અધિક વિશિષ્ટતા જોવા મળે છે. તેમના કેટલાક વાક્યો આજે ય લોકપ્રિય છે. ખલિલ જિબ્રાન માત્ર 48 વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા.

ખલિલ જિબ્રાનના વિચારો

1. જરૂરિયાત અને વિલાસની વચ્ચે કોઇ માણસ રેખા દોરી શકતો નથી. માત્ર દેવદૂત જ એ કરી શકે. એ દેવદૂત એટલે આપણાં જ સુંદર વિચારો.

- text

2. તમે જેટલું આપી શકો તેમ હો, એથી વધુ આપો તેનું નામ ઉદારતા અને તમારે જેટલાની જરૂર હોય તે કરતાં ઓછુ લો તેનું નામ ગૌરવ.

3. ઘણાં સમય પહેલાથી જ આપણે આપણાં હર્ષ અને શોકની પસંદગી કરી લીધેલી હોય છે. પાછળથી એમને અનુભવવાનો વાંધો આવે છે.

4. માનવજીવનનો મર્મ એણે જે સિદ્ધિ મેળવેલી છે તેમાં રહેલો નથી, પરંતુ એ જે સિદ્ધ કરવા મથે છે તેમાં રહેલો છે.

5. જ્યારે માનવીઓ મારા વાતોડિયા અવગુણોની પ્રશંશા કરવા લાગ્યા અને મારા મૂંગા સદગુણોની નિંદા કરવા લાગ્યા ત્યારે મારામાં એકાંતવાસની વૃતિ જન્મી.

6. જ્યારે મારૂ મધપાત્ર ખાલી હોય છે ત્યારે તેનું ખાલીપણુ મને સાલતુ નથી. એનો જરાપણ સંતાપ મને થતો નથી. પરંતુ, જ્યારે એ અધુરૂ ભરેલુ હોય છે ત્યારે જ મને એનાં પર ચીડ ચડે છે.

7. આદતો, ઉમળકાઓ અને ધૂનોનાં જોરે નહિ, પરંતુ વિશુધ્ધ બુધ્ધિનાં જોરે ચાલતો માનવી મને ક્યા જડશે?

8. આનંદ અને દુ:ખ વચ્ચે પસંદગી કરવાની તક મને મળે તો સમગ્ર વિશ્વના સુખના બદલામાં હું મારા અંત:કરણનું દુ:ખ કોઇનેય આપીશ નહી.

9. તમે એકબીજાને પ્રેમ કરજો પણ પ્રેમની સાંકળ ન બનાવશો. તમારા હ્રદયો એકબીજાને આપજો પણ એકબીજાને સોંપી દેશો નહી.

10. તમારા બાળકો તે તમારાં બાળકો નથી.તે તમારાં દ્વારા આવે છે,પણ તમારાંમાંથી આવતા નથી.તમે તેમને તમારો પ્રેમ આપો, પણ વિચારો નહીં. કારણ કે તેમને એમના પોતાના વિચારો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text