કોરોના : મોરબીની નિર્મલ વિદ્યાલયની વિદ્યાર્થીની સહિત આજે 25 લોકોના રિપોર્ટ પોઝિટિવ

- text


 

મોરબી શહેરમાં 18, ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા : ટંકારા ગ્રામ્યમાં 4 અને માળિયા ગ્રામ્યમાં 1 કેસ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં 18 અને મોરબી ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. જેમાં શહેરની નિર્મલ વિદ્યાલયની એક વિદ્યાર્થીની પોઝિટિવ આવી છે.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ વિદ્યાર્થીઓ વધુ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આજે જિલ્લામાં કુલ 25 કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં કાર્યરત નિર્મલ વિદ્યાલયમાં આજે કોરોનાનો પ્રવેશ થયો છે. આ શાળામાં એક વિદ્યાર્થીની પોઝિટિવ આવી છે. જેથી આરોગ્ય તંત્રએ આ વિદ્યાર્થીનીના સંપર્કમાં આવેલ તમામના સેમ્પલ લીધા છે. સાથે શાળા અઠવાડિયા માટે બંધ કરાઈ છે.

- text

બીજી તરફ જિલ્લામાં આજે નવા આવેલા કુલ કેસો જોઈએ તો મોરબી શહેરમાં 18, મોરબી ગ્રામ્યમાં 2, ટંકારા ગ્રામ્યમાં 4, માળિયા ગ્રામ્યમાં 1 મળી કુલ 25 કેસ નોંધાયા છે.

કોરોનાની અત્યાર સુધીની વિગતો જોઈએ તો આજે આરોગ્ય વિભાગે 1482 સેમ્પલ લીધા હતા. જેમાંથી 25 પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 6595 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 6166 રિકવર થયા છે. હાલ 88 કેસ એક્ટિવ છે.

- text