વધુ 2 શાળામાં કોરોના પ્રવેશ : જિલ્લામાં આજે નવા 18 કેસ

- text


 

  • મોરબીની નાલંદા અને ન્યુ એરા સ્કૂલ, ટંકારાની આર્ય વિદ્યાલય અને રાજકોટની દર્શન ઇન્સ્ટિટયૂટમાં એક-એક વિદ્યાર્થી પોઝિટિવ

  • મોરબી શહેરમાં 9, ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા : ટંકારા ગ્રામ્યમાં 1 અને માળિયા ગ્રામ્યમાં 3 કેસ

 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા 18 કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં 9 અને મોરબી ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. સાથે આજે જિલ્લાની વધુ બે શાળામાં કોરોનાનો પ્રવેશ થયો છે.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ વિદ્યાર્થીઓ વધુ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આજે જિલ્લામાં કુલ 18 કેસ નોંધાયા છે. આજે જિલ્લાની 2 નવી શાળાઓમાં કોરોનાનો પ્રવેશ થયો છે. શહેરની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ અને ટંકારાની આર્ય વીદ્યાલયમાં કોરોનાના પ્રથમ એક-એક કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત નાલંદા વિદ્યાલયમાં પણ એક કેસ આવ્યો છે. સાથે રાજકોટની દર્શન ઇન્સ્ટિટયૂટમાં પણ જિલ્લાનો વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે.

- text

બીજી તરફ જિલ્લામાં આજે નવા આવેલા કુલ કેસો જોઈએ તો મોરબી શહેરમાં 9, મોરબી ગ્રામ્યમાં 5, ટંકારા ગ્રામ્યમાં 1, માળિયા ગ્રામ્યમાં 3 મળી કુલ 18 કેસ નોંધાયા છે.

કોરોનાની અત્યાર સુધીની વિગતો જોઈએ તો આજે આરોગ્ય વિભાગે 1492 સેમ્પલ લીધા હતા. જેમાંથી 18 પોઝિટિવ આવ્યા છે. સાથે આજે મોરબી શહેરમાંથી 2 લોકો સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 6613 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 6168 રિકવર થયા છે. હાલ 104 કેસ એક્ટિવ છે.

- text