મોરબીમાં આંગણવાડી વર્કરોનું કાળા કપડાં અને થાળીનાદ સાથે વિરોધ પ્રદર્શન

- text


લાંબા સમયથી તબક્કાવાર આંદોલન છતાં સરકાર પડતર પ્રશ્ને નમતું ન જોખતા આંગણવાડી વર્કરો આકરાપાણીએ, જૂની માગણીઓ બજેટમાં સમાવવાની ઉગ્ર માંગ

મોરબી : મોરબી જિલ્લાની આંગણવાડી વર્કરો અને આશાવર્કર બહેનો લાંબા સમયથી તબક્કાવાર આંદોલન છતાં સરકાર નમતું ન જોખતા આંગણવાડી બહેનો વિફરી હતી અને આજે મોરબી જિલ્લાની આંગણવાડી બહેનોએ કલેકટર કચેરી ખાતે કાળા કપડા પહેરી થાળીનાદ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મોરબી જિલ્લાની આંગણવાડી વર્કરો અને આશાવર્કર બહેનોએ થોડા દિવસો પહેલા જ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જો કે આ આવેદનપત્રમાં સરકાર તેમની પડતર માગણીઓ ન ઉકેલ તો ઉગ્ર લડત ચલાવવાની ચીમકી આપી હતી. પરંતુ સરકારે આ મામલે કોઇ ઠોસ કદમ ન ઉઠાવતા અંતે આજે મોરબી જિલ્લાની આંગણવાડી વર્કર બહેનોએ કલેકટર કચેરી ખાતે કાળા કપડાં પહેરી થાળીનાદ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં આંગણવાડી બહેનોએ સરકાર સામે બળાપો ઠાલવ્યો હતો કે, આંગણવાડી અને આશાવર્કર બહેનોનું લાંબા સમયથી વેતનમાં શોષણ થઈ રહ્યું છે. માત્ર માનદ વેતન જ આપવામાં આવે છે. તેઓ પણ સરકારના કર્મચારીઓ હોવા છતાં તેમને સરકારી કર્મચારીઓ જેવા હક્ક હિસ્સા મળતા નથી. આથી આ મામલે અનેક રજુઆત છતાં પણ કોઈ પરિણામ મળ્યું નથી.ત્યારે આગામી બજેટમાં તેમની પડતર માંગણીઓને સમાવવાની માંગ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text