વાંકાનેરની માં ખોડિયાર આશ્રમ ગૌશાળામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન

વાંકાનેર : વાંકાનેરમાં ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આગામી તા.21,22,23ના રોજ માં ખોડિયાર આશ્રમ ગૌ-શાળા,લુણસર રોડ,ભારત પેટ્રોલ પંપની સામે,ભોજપરા,વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં યજ્ઞ-પ્રાણપ્રતિષ્ઠા દર્શન, મહાપ્રસાદ તેમજ સંતવાણી કાર્યક્રમ યોજાશે.

ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે તા.21ને શુક્રવારના રોજ હેમાદ્વી શ્રવણ, દેહશુદ્ધિ, ગણેશ સ્થાપના,પુન્યાહ વાંચન માતૃકા પુજન,નાંદી શ્રાદ્ધ,અગ્નિ સ્થાપન,ગૃહ સ્થાપન,વાસ્તુ આદિ દેવોનું આહવાન સ્થાપન,હોમ જલાધિવાસ,નગર શોભાયાત્રા,ધાન્યાધિવાસ,સાયં પુજન આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

બીજા દિવસે તા.22ને શનિવારના રોજ ગણેશાધિક સ્થાપિત દેવોની પ્રાતઃપુજા,મુર્તિ જાગરણ,94-કળશ દ્વારા મૂર્તિઓની સ્થાપન વિધિ,81-કળશથી પ્રસાદ સ્નપન અને 9 કળશ દ્વારા શિખર સ્નપન વિધિ મૂર્તિઓના મહાન્યાસ શય્યાધિવાસ સાયં પૂજન આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત રાત્રે 9 વાગ્યે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભગવતીબેન ગોસ્વામી,નીતિનગીરીબાપુ,વજુગીરી બાપુ તથા નામી-અનામી કલાકરો ઉપસ્થિત રહેશે.

ત્રીજા દિવસે તા.23ને રવિવારના રોજ ગણપત્યાદિક દેવોની પ્રાતઃ પૂજન-મૂર્તિઓનું જાગરણ,મૂર્તિઓનું સ્થીરીકરણ બ્રહ્મશીલા,કર્મશીલા પૂજન પ્રાણ પ્રતિષ્ઠા ધ્વજા રોહણ,હોમ ઉત્તર પૂજન બલિદાન પૂર્ણાહુતિનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે 9 વાગ્યે સંતવાણી આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કલાકાર ખીમજીભાઈ ભરવાડ ઉપસ્થિત રહેશે.

- text

ત્રણેય દિવસ બપોરે અને સાંજે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય પદ પર શાસ્ત્રી વિજયભાઈ એ.મથ્થર જામનગર વાળા બિરાજશે.વધુ માહિતી માટે મહંત આનંદગીરી મો.90995 47602, મહંત મનુગીરી મો.83478 90756 સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે. જેમાં જાહેર જનતાને આમત્રંણ આપવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text