મોરબીમાં ૩૮ કરોડના ખર્ચે પાણી-ભૂગર્ભના કામો મંજુર

- text


આ કામો વહેલામાં વહેલી તકે હાથ ધરવામાં આવશે : રાજયમંત્રી મેરજા

મોરબી : લોકોની પ્રાથમિક જરૂરીયાતના એવા મોરબીના ૩૮ કરોડના પાણી પુરવઠા યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોને રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ મંજુર કરાવ્યા છે.

રાજય સરકારના મુખ્યમંત્રીની નેમ મુજબ મોર્નીંગ એપ્લાય એન્ડ ઇવનીંગ રીપ્લાય કરી, આમજનતાના મુખ્ય જરૂરીયાતના કામો રોડ, વીજળી અને પાણી તેમજ ભૂગર્ભ ગટરના કામો સત્વરે મંજુર કરીને લોકોને સારામાં સારી સુવિધા આપવાની રીતિ-નીતિ ધ્યાનમાં રાખી, મોરબીના ધારાસભ્ય અને રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી દ્વારા મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ આશરે ૧૧૫ જેટલા વાડી વિસ્તારમાં મુખ્ય પાયાની સુવિધા એવી પીવાનું પાણી પૂરૂ પાડવા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાની જરૂરીયાતને પરિપૂર્ણ કરવા મોરબી નગરપાલિકા કક્ષાએથી પીવાના પાણીની યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોની નિયત દરખાસ્ત કરાવીને, શહેરી વિકાસ વિભાગ કક્ષાએ સતત ફલો-અપ કરી મુખ્યમંત્રી સમક્ષ પણ રજુઆત કરીને ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ અંદાજે રૂા.૩૮.૩૫ કરોડના કામો મંજુર કરાવવામાં આવેલ છે. આ કામો વહેલામાં વહેલી તકે હાથ ધરવામાં આવશે અને લોકોને સત્વરે સારામાં સારી પીવાના પાણી અને ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ થશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text