ભારે કરી… થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલી મોંઘીદાટ શરાબની બોટલ સાથે બે ઝડપાયા

- text


રફાળેશ્વરમાં ગલેનલી વેટ સ્કોચ અને રેડલેબલ જેવી મોંઘીદાટ વ્હીસ્કીનો જથ્થો જપ્ત કરતી તાલુકા પોલીસ

મોરબી : થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ સતર્ક બની હોય, દારૂની હેરફેર રોકવા કમર કસી રહી છે. ત્યારે તાલુકા પોલીસે રફાળેશ્વર ગામે આવેલા દારૂના છુપા અડ્ડા ઉપર દરોડો પાડી ગલેનલી સ્કોચ અને રેડલેબલ જેવી મોંઘીદાટ વ્હીસ્કીના જથ્થા સાથે બે શખ્સને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસને ખાનગી બાતમી મળી હતી કે રફાળેશ્વર ગામ પાસે જી.આઇ.ડી.સી. એરિયામાં એક ઓરડીમાં દારૂ છુપાવી રાખવામાં આવેલ છે. આ બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા ધર્મેન્દ્રભાઇ મગનભાઇ ભોરણીયા તથા જતીન છગનભાઇ છત્રોલાના કબ્જામાંથી પોલીસે જોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ હીસ્કીની 750 મી.લી.ની
કાચની કંપની શીલપેક બોટલ નંગ-9 કિં.રૂ.13500 તથા ધ ગલેનલી વેટ 12 યર ઓલ્ડ સિંગલ મલ્ટ સ્કોચ
વ્હીસ્કીની 750 મી.લી.ની કાચની કંપની શીલપેક બોટલ નંગ 11 કિં.રૂ. 47,300 તથા મેકડોવેલ્સ નં 1 ડીલક્ષ કલેકશન વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-12 કિં.રૂ. 4500 તથા કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમના 500 મી.લી.ના ટીનના બીયર નંગ-18 કિં.રૂ.1800 મળી કુલ 67,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પો.હેડ કોન્સ. નગીનદાસ નિમાવત, સુરેશભાઇ હુંબલ યોગીરાજસિંહ જાડેજા, હરેશભાઇ આગલ, અજીતસિંહ પરમાર, જયેશભાઇ ચાવડા, પો.કોન્સ. ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, પંકજભા ગઢવી રોકાયેલ હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text