600 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં મુખ્ય સૂત્રધારના પુત્રની જામીન અરજી ફગાવતી કોર્ટે

- text


ડ્રગ્સનો જથ્થો પ્રથમ ખંભાળિયા આવ્યા બાદ મોરબીના ઝીઝુડા ગામે લાવ્યા હતા

મોરબી : મોરબીના ઝીઝુડા ગામે એટીએસની ટીમે પકડાયેલા 600 કરોડના ડ્રગ્સ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ઇશા રાવના પુત્રએ જામીન ઉપર છુંટવા કોર્ટમાં અરજી કરી હતી. આ જામીન અરજીની આજે મોરબી કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે મુખ્ય સૂત્રધારના પુત્ર હુસેનની જામીન અરજી ફગાવી દીધી હતી.

રાજ્યની એટીએસ ટીમે થોડા સમય પહેલા જ મોરબીના ઝીઝુડા ગામેથી ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. આ 600 કરોડના ડ્રગ્સ કૌભાંડમાં પકડાયેલા હુસેન ઈશા રાવે જામીન ઉપર છૂટવા મોરબી કોર્ટમાં રેગ્યુલર જામીનની અરજી કરી હતી. આ શખ્સ 600 કરોડના ડ્રગ્સનો મુખ્ય સૂત્રધાર ઈશા રાવનો પુત્ર છે. આ ડ્રગ્સનો જથ્થો સૌપ્રથમ ખંભાળિયામાં આવ્યો હતો અને ઈશા રાવે ખંભાળિયામાં આ ડ્રગ્સનો જથ્થો ઈકલાબભાઈના ભંગારના ડેલામાં છુપાવ્યો હતો અને ત્યાંથી ઝીઝુડા ગામે લાવ્યા હતા.

માસ્ટર માઈન્ડ ઈશા રાવના પુત્ર હુસેને ડ્રગ્સ વેચ્યું હતું તેના રૂ.39.44 લાખ રાજકોટની આગડીયા પેઢીમાં ખોટું નામ ધારણ કરી ઉપડ્યા હતા. દરમિયાન હુસેને રેગ્યુલર જામીન મેળવવા માટે કરેલી અરજીની આજે મોરબી ડિસ્ટ્રિક કોર્ટમાં સુનાવણી થતા સરકારી વકીલ વી.સી.જાનીએ ધરધાર દલીલો કરતા જજ એ.ડી.ઓઝાએ જામીન અરજીને નામંજૂર કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text