હજનાળી ગામને પીવાનું પાણી હજનાળી સંપમાંથી પુરૂ પાડવા માંગ

- text


હજનાળી ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પાણી પુરવઠા બોર્ડને લેખિત રજૂઆત

મોરબી : મોરબી તાલુકામાં આવેલા હજનાળી ગામને પીવાનું પાણી પીપળીયા ચાર રસ્તાના સંપને બદલે હજનાળી સંપમાંથી પુરૂ પાડવા બાબતે હજનાળી ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સભ્યસચિવને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

અત્યારે હજનાળી ગામે જે પીવાનું પાણી મળે છે, તે પાણી પીપળીયા ચાર રસ્તા સંપમાંથી મળે છે. જે પીવાનું પાણી હજનાળી ગામને પુરૂ પડતું નથી તેમજ સમયસર આવતું નથી, તેમજ રસ્તામાં ઘણા હાલમાં ફેકટરી બની ગયેલ હોય, જેમાં પણ પીવાનું પાણી મજૂરો માટે પુરૂ પડાય છે. તેમજ હાલમાં પીપળીયાથી આવતું પાણી આશરે 10 કી.મી. રેન્જ હોવાથી તેમજ હાલમાં હજનાળી ખાતે સંપ ચાલુ હોય ત્યાંથી ફક્ત અડધો કી.મી. દુર ગામ છે. ત્યાંથી જો આપવામાં આવે તો સમયસર અને પુરતું પાણી મળી શકે તેમ છે.

- text

હાલમાં હજનાળીની જનતા પાણી વગર ખુબ જ હેરાન પરેશાન થાય છે. હજનાળી ગામથી સંપ અડધો કિ.મી. દુર હોય, માત્ર અડધો કિ.મી. પીવાના પાણીની લાઈન નાખવી પડે તેમ છે. જો આ લાઈન નાખી ગામને પીવાનું પાણી હજનાળી સંપમાંથી જ મળે તો ગામને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળે અને આ પ્રશ્નનો હલ થઈ શકે તેમ છે. છેલ્લા ઘણાં સમયથી આ વિસ્તારની જનતા પાણી વગર ખુબ જ તકલીફ ભોગવી રહે છે. જે આપ બાબતે અગ્રતા આપી તાત્કાલીક નિકાલ કરવા હજનાળી ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરાઈ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text