મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબીની અવની ચોકડી પાસે કેનાલ રોડ પર આવેલ મેઘાણી પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે ગત તા.23ના રોજ મેઘાણી પ્રાથમિક શાળા ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ વિતરણમાં શાળાના પ્રિન્સિપાલ જે.જે.બાવરવા,શાળાના શિક્ષકગણ,પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર ધર્મિષ્ઠા,પરમાર રૂપેશ(કવિજલરૂપ),તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text