વાંકાનેરનો યુવક કબડ્ડી સ્પર્ધામાં નેશનલ લેવલે રમવા જશે

- text


આંતરકોલેજ કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ નંબરે સિલેકટ

વાંકાનેર : યોગાસન બાદ કબડ્ડી સ્પર્ધામાં પણ વાંકાનેર દોશી કોલેજનો વિદ્યાર્થી અને રાજગોર સમાજનું ગૌરવ નૈમિષ ખાંડેખા નેશનલ લેવલે રમવા જશે.

ગત તા. 14ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજકોટ મુકામે આંતરકોલેજ કબડ્ડી સ્પર્ધાનું ડાયરેક્ટ સિલેક્શન યોજાયેલ હતું. જેમાં જુદી જુદી 21 કોલેજના 100 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 12 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં દોશી આર્ટ એન્ડ કોમર્સ કોલેજ, વાંકાનેરનો કબડ્ડીનો ખેલાડી ખાંડેખા નૈમિષ ભીખાભાઈ 100 ખેલાડીમાંથી પ્રથમ નંબરે સિલેકટ થયેલ છે. જેઓ હવે સંત ગાડગે બાબા યુનિવર્સિટી અમરાવતી, મહારાષ્ટ્ર ખાતે 22થી 26 ડિસેમ્બર દરમિયાન ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન કબડ્ડી સ્પર્ધામાં નેશનલ લેવલે ભાગ લેવા જશે.

ખાંડેખા નૈમિષ ભીખાભાઈ અને રમત ગમતના અધ્યાપક કેપ્ટન ડૉ. વાય.એ.ચાવડાને આ સફળતા માટે દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કૉલેજ પરિવારે તથા રાજગોર યુવા ગૃપ વાંકાનેરે અભિનંદન અને શુભેચ્છા વ્યક્ત કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text