આંદરણા ગામે શિક્ષિત યુવા ઉમેદવાર લતાબેન ચાવડાનું પલડું ભારે

- text


સરપંચ માટેના શિક્ષિત ઉમેદવારનો ગામને આદર્શ બનાવવાનો કોલ

આંદરણા : મોરબીના આંદરણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ છે. ખાસ કરીને સરપંચની ચૂંટણીમાં ત્રીપાખિયા જંગમાં હવે અશિક્ષિત ઉમેદવાર સામે શિક્ષિત ઉમેદવાર વચ્ચે કાંટે કી ટક્કર છે. એમાં પણ શિક્ષિત અને પ્રતિષ્ઠિત ઉમેદવાર લતાબેન ચાવડાનું જોર વધુ છે. ખાસ કરીને ગામલોકોનું સ્પષ્ટપણે માનવું છે કે, શિક્ષિત ઉમેદવાર લતાબેન ચાવડાને મત એટલે ગામના વિકાસને મત. આથી ગામના વિકાસ માટે નવા સુકાની તરીકે ગામમાં લતાબેન ચાવડાનું નામ મોખરે છે.

લાતબેનનું વિઝન પણ સ્પષ્ટ છે. તેઓ સુશિક્ષિત હોવાથી તેમના કોઠાસૂઝ અને શિક્ષિત અનુભવથી ગામનો સર્વાંગી વિકાસ થઈ શકશે. તેમનું મુખ્ય વિઝન એ છે કે સ્વચ્છતાથી આ ગામને આદર્શ બનાવવું, વડાપ્રધાન મોદીના સ્વચ્છતાના અભિયાનને સાર્થક કરી આંદરણા ગામને સ્વચ્છ બનાવવાનું તેમનું સપનું છે. ગામમાં ક્યાંય પણ કચરો ન થાય અને ગટરો ન ઉભરાઈ તે માટે ખાસ યોજના અમલમાં મુકવી, રોડ રસ્તા સાફ રાખવા, કાયમી માખી મચ્છરના ઉપદ્રવને નાશ કરવા દવા છંટકાવ, ગામમાં પ્રજ્ઞા શાળા બનાવવી, ઘો.10 પછીની શાળા, બૅંક, ઘરેઘરે શૌચાલય, પાકા રોડ રસ્તા,100 ટકા ભૂગર્ભ ગટર વ્યવસ્થા, ટૂંકમાં શહેરના લોકોને પણ આ ગામમાં રહેવાની ઈચ્છા થાય તેવું સ્માર્ટ વિલેજ બનાવવાની તેમની રૂપરેખા તૈયાર છે. આથી લતાબેનને મત એટલે ગામના વિકાસને મત.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text