વાંકાનેરના તિથવા ગામની સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાંથી પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા ચાર જુગારીઓને રૂપિયા 12,350ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં
સાગર ગૌશાળા વાળા રસ્તે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા હસનભાઇ હનીફભાઇ કુરેશી, હીરેનભાઇ ભીખાભાઇ માણેક,નશરીફભાઇ વલીમામદભાઇ શેખાણી અને સમીરભાઇ ઇકબાલભાઇ કચ્છીને તિનપતિ રમતા રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 12,350 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text