હળવદ નજીક નર્મદા કેનાલમાંથી વૃધ્ધ મહિલાની લાશ મળી

- text


હળવદ: હળવદ-માળીયા રોડ ઉપર આવેલ કંસારી હનુમાનજી મંદિર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં 60 વર્ષીય વૃદ્ધ મહિલાની લાશ મળી આવતા ઘટનાસ્થળે દોડી ગયેલ પોલીસે પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના ભવાની નગર ઢોરા વિસ્તારમાં રહેતા વિજુબેન હેમુભાઈ દેવીપુજક ઉંમર વર્ષ 60ની લાશ હળવદ-માળીયા રોડ પર આવેલ કંસારી હનુમાનજી મંદિર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી હતી.

પોલીસ દ્વારા તરવૈયાઓની મદદથી લાશને કેનાલમાંથી બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇ જવામાં આવી હતી તેમજ મૃતકના પરિવારજનોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text