માળીયા હાઇવે ઉપરથી સવા ચાર લાખનો દારૂ ઝડપાયો

- text


માળીયા પોલીસે અશોક લેલન્ડ મીની ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો

મોરબી : માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે માળીયા નેશનલ હાઇવે ઉપરથી અશોક લેલન્ડના દોસ્ત મીની ટ્રકમાંથી સવા ચાર લાખથી વધુના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

માળીયા મિયાણા નેશનલ હાઇવે ઉપર અશોક લેલન્ડ મીની ટ્રકમાં ઇગ્લીશ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી વિદેશીદારૂના જથ્થા સાથે નીકળેલા મહેન્દ્રનગર મોરબીના સંદીપ માવજીભાઇ મેરજાને ઝડપી લીધેલ હતો. જ્યારે દારૂની હેરફેરના આ કિસ્સામાં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના વિજય જયંતીભાઈ અઘારાનું નામ ખુલતા પોલીસે તેને ફરાર દર્શાવી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસે સંદીપ માવજીભાઇ મેરજાના કબ્જામાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ-1140 કિંમત રૂ.4,27,500 કબ્જે કરી રૂપિયા બે લાખની કિંમતનું વાહન અને 2,000ની કિંમતનો મોબાઈલ ફોન પણ કબ્જે કરી બન્ને આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેકટર એન એચ ચુડાસમા તથા પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, પો.કોન્સ સંજયભાઇ રાઠોડ, ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text