કારમાં વિદેશી દારૂની મહેફિલ માણતા કચ્છના ત્રણ શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબીની રાજપર ચેકપોસ્ટ પાસે એ ડિવિઝન પોલીસે રેઇડ કરતા કારમાં ત્રણ શખ્સો વિદેશી દારૂની મહેફિલ માણતા હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે કારમાં વિદેશી દારૂની મહેફિલ માણતા કચ્છના ત્રણ શખ્સોને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

- text

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફ ગઈકાલે મોરબીની રાજપર ચેકપોસ્ટ ખાતે ફરજ પર હતો. તે વખતે કચ્છ તરફથી આવતી અલ્ટો ફોર વ્હિલર ગાડી નં. GJ-12-J-7797 માં ચેક કરતા ત્રણ શખ્સો વિદેશી દારૂની મહેફિલ માણતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી તુરંત જ પોલીસે કારમાં દારૂની મહેફિલ માણતા આરોપીઓ હરેશભાઇ વાલજીભાઇ આગરીયા (ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઇવીંગ રહે,અંતરજાડ ગામ તા.ગાંધીધામ જી.કચ્છ), સંદિપભાઇ ધનશ્યામભાઇ ઠક્કર(ઉ.વ.૩૩ ધંધો.વેપાર રહે,એ/૨૬ રધુવંસીનગર મુન્દ્રા રોડ ભુજ ગામ તા.ભુજ જી.કચ્છ) અને મયુરભાઇ શંભુભાઇ હેઠવાડીયા (ઉ.વ.૩૧ ધંધો.ખેતી રહે,સી/૧૨૯ કામધેનુ–૩ અંજાર ગામ તા.અંજાર જી.કચ્છ) ને કાર તેમજ ૧૦૦ એમ.એલ. જેટલો ઇગ્લીશ દારૂ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text