મોરબીમાં ઠંડા પવન સાથે છાંટા

- text


 

મોરબી : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગઇકાલથી જ માવઠાનો દૌર શરૂ થયો છે. ત્યારે આજે મોરબીમાં પણ સવારથી વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. સાથે રાત્રીના સમયે મોરબી તથા આજુબાજુના વિસ્તારોમાં છાંટા પણ પડ્યા હોવાનું જાણવા મળે છે.

- text