બ્યુટી ટીપ્સ : જાણો.. શિયાળામાં પજવતી ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવાના ઘરગથ્થું ઉપાયો

- text


શિયાળાની સિઝનની શરૂઆત થતાં જ વાળની તકલીફ વગર આમંત્રણે આવી જાય છે. ઘણા લોકોના વાળમાં ડેન્ડ્રફ એટલે કે ખોડાની સમસ્યા થવા લાગે છે. તેનું સૌથી મોટું કારણ ઠંડીમાં શુષ્ક હવા છે, જે સ્કૅલ્પમાં રહેલી નમીને શોષી લે છે. ઠંડીમાં માલાસેજિયા નામનું ફંગલ હવામાં હાજર હોય છે જેના કારણે વાળમાં ડેન્ડ્રફની સમસ્યા થાય છે. જો ખોડાની તકલીફોનો સામનો કરવો પડતો હોય તો જાણો આ હેર ટિપ્સ. તેનાથી શિયાળામાં વાળ ડેમેજ નહીં થાય.

ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાયો

1. શિકાકાઈ 3 ભાગ, આમળા 2 ભાગ, અરીઠાં 1 ભાગ, દાટુ હળદર અડધો ભાગ. આ બધાને ખાંડીને અધકચરો પાવડર બનાવી તેમાંથી આશરે 25 ગ્રામ પાવડરને પાણીમાં ઉકાળવો. લોખંડની કડાઈમાં પલાળીને પણ ઉકાળી શકાય. ઠંડુ પડે પછી તેને ગાળી તે પાણી માથામાં ચોપડવું પછી માથું ધોઈ નાખવાથી ખોડાની સમસ્યામાં લાભ થાય છે.

2. રોજ રાતે વાળના મૂળમાં સરસવના તેલથી માલિશ કરવી. સવારે શિકાકાઈ પાણીમાં ઉકાળી તે પાણીથી વાળ ધોવા ફાયદાકારક છે. ગ્લીસરિન અને ગુલાબજળને રોજ વાળના મૂળમાં લગાવવાથી ખોડાની સમસ્યા દૂર થઇ શકે છે.

3. ખોડાથી બચવા માટે જૈતુનના તેલમાં આદુના રસના થોડા ટીપાં મિક્સ કરી વાળના જડમાં લગાવી એક કલાક માટે રહેવા દો અને પછી શેમ્પૂથી ધોઇ લો.

4. વાળમાં તેલ લગાવ્યા બાદ સ્ટીમ્ડ ટુવાલનો પ્રયોગ કરવો પણ સારું રહેશે કે પછી ગરમ તેલથી વાળના જડની માલિશ કરવાથી વાળની ત્વચાને પોષણ મળશે.

- text

5. નારિયેળ તેલમાં કપૂર મિક્સ કરીને લગાવવાથી ખોડો દૂર થાય છે. તેમજ દહીંથી માથું ધોવાથી પણ ખોડામાંથી છુટકારો મેળવી શકાય છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text