મોરબી જિલ્લાની 315 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજથી ફોર્મ પ્રક્રિયા શરૂ

- text


5 ગામ વચ્ચે એક ચૂંટણી અધિકારી અને આસી. ચૂંટણી અધિકારીની નિમણુંક

મોરબી : રાજ્યની સાથે મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લાની 315 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે સોમવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થનાર છે. આ ફોર્મ પ્રક્રિયા સહિતની કામગીરી માટે સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ પુરજોશમાં ચાલી રહ્યો છે.મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે આજે સોમવારે ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થશે અને આગામી 4 ડિસેમ્બર સુધી ભરવાની પ્રક્રિયા ચાલશે. મોરબી જિલ્લામાં કુલ 358 ગ્રામ પંચાયતમાંથી મોરબી તાલુકાની 87. માળીયા (મી) તાલુકાની 37, ટંકારા તાલુકાની 42, વાંકાનેર તાલુકાની 83 અને હળવદ તાલુકાની 66 મળીને કુલ 315 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે.

- text

આ માટે તંત્રએ તમામ તૈયારીઓ પણ કરી લીધી છે અને 5 ગામ વચ્ચે એક ચૂંટણી અધિકારી અને આસી. ચૂંટણી અધિકારીની નિમણુંક કરી દેવાય છે અને નજીકના સ્થળે ફોર્મ ભરવાનું પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. હાલ એકાદ બે ગ્રામ પંચાયત સમરસ થઈ છે અને વધુને વધુ ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે જોરશોરથી પ્રયાસ ચાલી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text