રીક્ષામાંથી દેશી દારૂ ઉતારતી વખતે પોલીસ ત્રાટકી, 4 ઝડપાયા, 2 ફરાર

- text


મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં પોલીસે રેઇડ કરીને દારૂ, રીક્ષા સહિત કૂલ રૂ.૬૬,૮૩૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો

મોરબી : મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં રીક્ષામાંથી દારૂ ઉતારતી વખતે જ પોલીસ ત્રાટકી હતી અને પોલીસે રીક્ષાની ડેકીમાં છુપાવી દેશીદારૂની હેરાફેરી કરનાર 4 આરોપીને પકડી પાડ્યા હતા.જ્યારે બે આરોપી પોલીસના હાથમાં આવ્યા ન હતા. આથી પોલીસે હાલ દારૂ,રીક્ષા સહિત કૂલ રૂ.૬૬,૮૩૦ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં રેઇડ કરી હતી.ત્યારે આરોપી મહમદઅસ્ફાક મહમદરફીક બુખારી, શકીલભાઇ મહેબુબભાઇ બ્લોચએ પોતાના હવાલાવાળી સી.એન.જી. રિક્ષામાં પાછળની ડેકીમાં ટેપના સ્ટીરીયાની લાકડાની પેટીમાં અલગ અલગ પ્લા.ના ત્રણ બાચકાઓમાં આશરે ૫ લીટરની ક્ષમતાવાળી પ્લા.ની પારદર્શક કોથળી નંગ-૨૦ માં દેશીપીવાના દારૂ જેવુ પારદર્શક કેફી પ્રવાહી લીટર-૧૦૦ કિં.રૂ.૨,૦૦૦ નો મુદ્દામાલ આરોપી ચમનભાઇ પાસેથી ભરી આરોપી ધનીબેન ઉર્ફે પોચી રમેશભાઇ કોળીને આપવા સારૂ આવી અન્ય આરોપીઓના કહેવાથી દારૂનો માલ રીક્ષામાંથી ઉતારતી વખતે પોલીસે આરોપીઓ મહમદઅસ્ફાક મહમદરફીક બુખારી, શકીલભાઇ મહેબુબભાઇ બ્લોચ, ભરતભાઇ જગદીશભાઇ વરાણીયા, કિશનભાઇ જગદીશભાઇ કગથરાને દેશીદારૂ લીટર-૧૦૦ કિં.રૂ.૨૦૦૦ તથા એક સી.એન.જી. રિક્ષા નં. GJ-03-AZ-9504 કિં.રૂ.૫૦,૦૦૦ તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૪ કિં.રૂ.૧૨,૫૦૦ તેમજ રોકડ રૂ.૨૩૩૦ મળી કૂલ રૂ.૬૬,૮૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે આરોપીઓ ચમનભાઇ અને ધનીબેન ઉર્ફે પોચી રમેશભાઇ કોળી હાજર ન મળતા તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text