મોરબીની આયુષ હોસ્પિટલમાં રવિવારે નિઃશુલ્ક ઓપરેશન કેમ્પ

- text


મોરબી : સત સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ (સાર્વજનીક જનરલ હોસ્પીટલ) સંચાલિત આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ – મોરબી દ્વારા આગામી તા. 28 નવેમ્બરને રવિવારે સવારે 10થી 1 વાગ્યા સુધી નિઃશુલ્ક ઓપરેશન કેમ્પનું આયોઅજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આયુષ હોસ્પિટલ, જુના બસસ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી ખાતે યોજાશે.

- text

જેમાં ન્યુરો સર્જરી (સ્પાઈન સર્જરી), જોઈન્ટ રીપ્લેસમેન્ટના ઓપરેશન, સ્ત્રી રોગના ઓપરેશન, કાર્ડિયોલોજી, યુરો સર્જરીના ઓપરેશન, લેપ્રોસ્કોપીક જનરલ સર્જરીના ઓપરેશન કરવામાં આવશે. મા-કાર્ડ તથા આયુષ્માન કાર્ડધારકો માટે ઓપરેશનની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં ઓપરેશન, દવા, રીપોર્ટ, એનેસ્થેસિયા દરેક સારવાર માટે ચાર્જ લેવામાં આવશે નહિ. દર્દીઓએ જુની દરેક ફાઈલ, રીપોર્ટ, એક્સ-રે ફરજીયાત સાથે લાવવાના રહેશે. કેમ્પમાં નામ નોંધાવવા માટે મો. 92281 08108 પર સંપર્ક કરવાનો રહેશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text