મોરબીની સરકારી હોસ્પિટલને જરૂરિયાત ઉભી થતા બ્લડની વ્યવસ્થા કરી આપતું યુવા આર્મી ગ્રુપ

- text


મોરબી : મોરબીમાં યુવા આર્મી ગ્રુપ દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરીયાતો પુરી કરવામાં આવી રહી છે. હાલમાં ગ્રુપ દ્વારા મોરબીની સરકારી હોસ્પિટલને જરૂરિયાત ઉભી થતા બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

મોરબીનું યુવા આર્મી ગ્રુપ હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય સાથે મોરબીના લોકોની ઈમરજન્સી બ્લડની જરૂરીયાત પુરી કરવા રાત હોય કે દિવસ 24X7 તત્પર રહે છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યું છે. ત્યારે તાજેતરમાં મોરબીની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં અકસ્માત તથા પ્રસૂતિના દર્દીઓ માટે A+ તથા B+ બ્લડની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઈ હતી.

જેની જાણકારી હોસ્પિટલ પ્રશાસન વતી ડોક્ટર કપિલભાઈ બાવરવા દ્વારા યુવા આર્મી ગ્રુપને કરવામાં આવી હતી. જે માટે થઈને યુવા આર્મી ગ્રુપના A+ તથા B+ બ્લડ ગ્રુપ સભ્યો દ્વારા તાત્કાલિક ઘોરણે 15 બોટલ બ્લડની વ્યવસ્થા કરી આપવામા આવી હતી. જે માટે થઈને હોસ્પિટલ પ્રશાસન તથા દર્દીના પરીવારજનોએ યુવા આર્મી ગ્રુપ મોરબીને આશિર્વાદ તથા આભાર વ્યક્ત કર્યો હતો.

- text

બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે કે યુવા આર્મી ગ્રુપમા જરૂરીયાત સમયે રક્તદાન કરીને જોડવા માટે ગ્રુપના હેલ્પલાઇન મો. નંબર 93493 93693 પર સંપર્ક કરી શકાશે તેમ ગ્રુપના મેન્ટોર પિયુષભાઈ બોપલિયા‌ની યાદીમા જણાવવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text