મોરબી જિલ્લામાં સાત પોલીસ કર્મચારીઓની બદલી

- text


મોરબી : મોરબી જિલ્લાના જુદા-જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા સાત પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.જેમાં સ્વ વિનંતીની અરજીને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા આ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા દ્વારા સ્વ વિનંતીની અરજીને ધ્યાને લઈને મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા કિરીટભાઈ ધનશ્યામભાઈ જાદવને હળવદ પોલીસ મથક, પોલીસ હેડ કવાર્ટર (નેત્રમ ઇન્ચાર્જ) રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને હળવદ પોલીસ મથક, મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા નેહલબેન જીવનસંગ ખડિયાને પોલીસ હેડ કવાર્ટર (નેત્રમ ઇન્ચાર્જ), પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા જયદેવસિંહ ખોડુભા ઝાલાને મોરબી તાલુકા પોલીસ મથક, ટંકારા પોલીસમાં ફરજ બજાવતા વિજયભાઈ પરબતભાઈ ચાવડાને મોરબી બી ડીવીઝન, વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા ધુર્વરાજસિંહ રધુવીરસિંહ ઝાલાને મોરબી એ ડીવીઝન અને મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા બીપીનભાઈ અમરશીભાઈ શેરસીયાની ટંકારા ખાતે બદલી કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text