હડમતિયામાં પોલીસની ભરતી માટે ખેતરમાં પ્રેક્ટિસની વ્યવસ્થા કરી આપતા પીએસઆઇ

- text


પોલીસ ભરતીમાં શારીરિક કસોટીની તડામાર તૈયારી કરતા યુવાન-યુવતીઓને હડમતિયા ગામમાં દોડવા માટે ટ્રેક ગ્રાઉન્ડનો પ્રશ્ન સતાવતો હોવાથી ગામનાં જ પીએસઆઈએ પોતાનું ખેતર પ્રેક્ટીસ ગ્રાઉન્ડ માટે ખુલ્લું મુક્યું

ટંકારા : ટંકારા તાલુકાનાં હડમતિયા ગામમાં આગામી પોલીસ ભરતીને લઈને ગામના યુવાન-યુવતીઓ શારીરિક કસોટીમાં પાસ થવા તૈયારી કરી રહ્યા છે પણ દોડવા માટે ગામમાં ટ્રેક કે ગ્રાઉન્ડનો અભાવ હોવાથી ગામનાં જ વતની અને અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ ડોડીયાને ખબર પડતાં પોતાનાં તેઓએ તાકીદે આ યુવક યુવતીઓને દોડવા માટે પોતાનું ખેતર ખુલ્લું મૂકી યુવાનોને દોડવા સહિતની ટ્રેનિંગ માટેની વ્યવસ્થા કરી આપી છે.

પીએસઆઈ વનરાજસિંહ ડોડીયાએ હડમતીયા ગામે આવેલા પોતાના ખેતરમાં ગામના યુવાન-યુવતીઓને પોતાનું ઉજ્જળુ ભવિષ્ય સિદ્ધ કરવા આ ખેતરનો ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરવા જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું પોતે આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યો છું વિતાવેલા દિવસો તો પાછા નહીં આવે પણ સમયની કિંમત પણ જાણું છું.ગામમાં ક્યાંય આજની યંગ જનરેશન માટે જરુરી સુવિધાઓ ન હોવાથી અને પ્રોત્સાહન ન હોવાથી ઘણાં ખરાં યુવાનોના સપના ચકનાચૂર થઈ જાય છે. મારુ ભવિષ્ય આ ખેતરના લીધે ઉજળું બન્યું છે.

- text

આર્મી, કોન્સ્ટેબલ અને પીએસઆઈની તમામ ફિઝિકલ ટ્રેનિંગ આ ખેતરમાં લીધી હોવાથી મારા તેઓ માટે આ જમીન ભાગ્યશાળી સાબિત થયેલ અને ત્રણે એક્ઝામ પાસ કરી હોય આગામી પોલીસ ભરતીમાં ગામનાં યુવક -યુવતીઓને નિસંકોચ પણે પોતાના ખેતરનો ઉપયોગ કરવાની સાથે ગામનું નામ રોશન કરવા જણાવ્યું હતું ઉપરાંત માર્ગદર્શન માટે પરીક્ષાર્થીઓને ફોન કરવા પણ જણાવ્યું હતું.‌‌


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text