મોરબી જિલ્લાનો શ્રમ સ્ટાફ રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે

- text


૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા યોજાયેલી રંગોળી સ્પર્ધામાં સમાજ સુધારણાના સંદેશની રંગોળી બનાવવામાં આવી હતી.

મોરબી: કચ્છ,મોરબી અને પાટણ ઝોનના ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા યોજાયેલી સામાજીક સંદેશા સાથેની રંગોળીમાં મોરબી જિલ્લાના શ્રમ સ્ટાફ દ્વારા સ્ત્રી દુર્વ્યવહાર અને અત્યાચાર ઉજાગર કરતી કૃતિ તૈયાર કરી હતી.જેમાં મોરબી જિલ્લાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

દિવાળી તહેવારના સમય પર માનવ જીવન બચાવવા રાત દિવસ ઘડીની પલે પલ સેવાના ઉદ્દેશ્ય સાથે કામ કરતી ૧૦૮ એમ્બ્યુલન્સ ટિમ દ્વારા કચ્છ ,પાટણ અને મોરબી જીલ્લાના તમામ કક્ષાએ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.સમાજ ઉપયોગી સંદેશો આપવા નવતર પ્રયોગ હાથ ધરાયો હતો.નયનરમ્ય રંગબેરંગી કલરોથી સજ્જ સુંદર કૃતિ સમાજ સુધારણાના સંદેશ સાથે બનાવવામાં આવી હતી.જેમાં મોરબી જિલ્લાના શ્રમ સ્ટાફે પ્રથમ નંબર મેળવ્યો હતો.દ્વિતીય નંબરે પાટણ જ્યારે ત્રીજો નંબર સુવાઈને મળેલ. તમામની રંગોળી નિહાળવા લાયક હતી.

- text

આ કાર્યમાં ડો.ક્રિષ્ના તડવી,પાઇલોટ રવિ કુબાવત, પેરામેડિકલ નેહલ ચાવડા, લેબ ટેકનીશ્યન પુજા સથવારા, ફારમાસિસ્ટ શૈલેષ ચૌહાણ ટિમ મેમ્બર્સ હતા.જેમને સૌ મિત્રો અને ટિમ દ્વારા શુભેચ્છા પાઠવી હતી.Gvk 108 પ્રોજેક્ટ કોડીનેટર કલ્પેશ ચૌહાણ દ્રારા તમામ ભાગ લેનાર સ્ટાફને શાબાશી પાઠવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text