લાલપર પાવરહાઉસ પાસે આઇસરની ટક્કરથી બાઈક ચાલકનું મોત

- text


અન્ય એક વ્યક્તિને ઇજા થતાં તેને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો 
મોરબી : મોરબીના લાલપર પાવરહાઉસ પાસે સર્વિસ રોડ ઉપર આજે આઇસર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં આઇસર ટ્રકની ટક્કરથી બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થતાં તેને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે.
આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક આવેલા લાલપર પાવરહાઉસ પાસે સર્વિસ રોડ ઉપર આજે લાલપરથી જાબુડિયા ગામ તરફ જઈ રહેલા જી.જે.36 ટી 9596 નંબરના આઇસર વાહન અને જાબુડિયા ગામથી લાલપર તરફ આવી રહેલા બાઈક ચાલક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે આઇસર ટ્રકની હડફેટે ચડી ગયેલા બાઈક ચાલક વિજય રામચંદ્ર ગુપ્તા (ઉ.વ.36) નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થતાં તેને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text