દીકરી જન્મને વધાવવા ચમનપર ગામની મુલાકાતે મંત્રી બ્રિજેશ મેરજા

- text


હનુમાનજી મંદિર અને મેલડી માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી

મોરબી: રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દીકરીઓના જન્મને પ્રોત્સાહિત કરવા માદરે વતન ચમનપર ગામની મુલાકાત લીધી લીધી હતી.

મોરબીના ચમનપર ગામે શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ચમનપર નિવાસી જગદીશભાઇ ચારોલાના દીકરી મિસ્ટીના જન્મદિવસ પ્રસંગે ઉપસ્થિત રહી દીકરીઓના જન્મને વધાવી હતી.

આ તકે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, ચમનપર મોરબી જિલ્લાનું એક આદર્શ ગામ છે જ્યાં આજ દિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થઇ નથી. ઉપરાંત આ ગામનું પુસ્તકાલય અનેક યુવક-યુવતીઓ અને વાંચન રસીકોને પ્રોત્સાહન પુરુ પાડી રહ્યું છે.

વધુમાં મંત્રીએ એમ પણ ઉમેર્યું કે, દીકરીઓને વધુને વધુ પ્રોત્સાહન મળે તે માટે નાનામાં નાના દીકરીના જન્મ દિવસ જેવા પ્રસંગે પણ હાજરી આપી છે. આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગામમાં આવેલ હનુમાનજી મંદિરે દર્શન કરી અને ગામના દિકરા તરીકે વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત ખેવરીયા ગામના અગ્રણી નારણભાઈ રબારીની સાથે મેલડી માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

- text

- text