મોરબીના જલારામ મંદિરે પૂજ્ય જલાબાપાની 222 મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી

- text


હોટલમાં વેઈટર તરીકે કામ કરતા મહિલાઓના હસ્તે કેક કટિંગ : પ્રભાતધૂન, અન્નકૂટદર્શન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી: મોરબીના જલારામ મંદિરે આજે પૂજ્ય જલારામ બાપાની 222 મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જેમાં સવારે 6:30 કલાકે પ્રભાતધૂન, 9:30 કલાકે અન્નકોટ દર્શન યોજાયા હતા. ખાસ કરીને જલારામ મંદિર દ્વારા વિશિષ્ઠ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરવાની પરંપરા અનુસાર આ વર્ષે હોટલમાં વેઈટર તરીકે કામ કરતા નેપાળી મહિલાઓના હસ્તે કેક કટિંગ કરાયું હતું.

મોરબી જલારામ મંદિર ખાતે આજે પૂજ્ય જલારામ બાપાની 222 મી જન્મ જયંતી અવસરે અનેકવિધ આયોજન કરાયા હતા જેમાં દર વર્ષે વિકલાંગ, મનોદિવ્યાંગ જેવા ક્ષતિગ્રસ્ત લોકોના હસ્તે કેક કટિંગ કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે હોટેલમાં વેઇટર તરીકે કામ કરતા નેપાળી પરિવારના બહેનોના હસ્તે કેક કટિંગ કરવામાં આવ્યું હતું.બપોરે 12:00 મહા આરતી તેમજ 12:30 કલાકે મહાપ્રસાદ યોજાયો હતો.સાંજે 5:00 કલાકે વૈદિકયજ્ઞ તેમજ 6:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.જલારામ બાપાની જન્મ જયંતિ પ્રસંગે ભાવિકજનો મોટી સંખ્યામાં તમામ કાર્યક્રમમાં જોડાઈ હર્ષોલ્લાસ સાથે જન્મ જયંતિ પ્રસંગને દીપાવ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text