ફિટ ઇન્ડિયા કેમ્પેઈન હેઠળ મોરબીના નવયુગ સંકુલ દ્વારા પોલો ફોરેસ્ટ ખાતે ટ્રેકિંગ કમ પ્રાકૃતિક શિબિર યોજાઈ

- text


મોરબી : ફિટ ઇન્ડિયા કેમ્પેઈન હેઠળ મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ વિભાગ દ્વારા પોલો ફોરેસ્ટ ખાતે ટ્રેકિંગ કમ પ્રાકૃતિક શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નો ઉદ્દેશ લોકોને આરોગ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જેમ કે રોજિંદા જીવનની દોડ અને રમતો અને સ્થૂળતા, આળસ, તણાવ, ચિંતા, રોગો વગેરેથી છુટકારો મેળવવો. આ અભિયાન દ્વારા “ફિટનેસ કી ડોઝ આધા ઘંટા રોજ” નાગરિકોને તેમના જીવનમાં દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આ બાબતને પ્રોત્સાહન આપવા માટે ફિટ ઇન્ડિયા કેમ્પઇન હેઠળ આ કાર્યક્રમો કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને સમગ્ર દેશમાં શારીરિક અને વર્ચ્યુઅલ બંને રીતે હાથ ધરવામાં આવી રહ્યા છે.

જે અનુસંધાને નવયુગ સંકુલ વિરપર કોમર્સના વિદ્યાર્થીઓની સરકારની ગાઈડલાઈન મુજબ પોળો જંગલ ખાતે ટ્રેકિંગ કમ પ્રાકૃતિક દ્વિદિવસીય શિબિરનું તારીખ 29 થી 31 આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાના ધોરણ 11 કોમર્સના બાળકો અને શિક્ષકોએ સહર્ષ ભાગ લીધેલ હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text