વાંકાનેરમાં વિદ્યાર્થીનીઓ દ્વારા જરૂરિયાતમંદોને કપડાં, ચપ્પલ અને મીઠાઈનું વિતરણ

- text


વાંકાનેર : વાંકાનેરમાં એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય દ્વારા જરૂરિયાતમંદોને કપડાં, ચપ્પલ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં વિદ્યાભારતી સંચાલિત એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ તેમજ શાળાના આચાર્યો દ્વારા દિવાળી પર્વની ઉજવણી ઝુંપડપટ્ટી વિસ્તારોમાં જઇ બાળકોના ચહેરા પર હાસ્ય લાવી અનોખી રીતે કરવામાં આવી છે. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા બાળકોના કપડા, બુટ-ચપ્પલ ઘરેથી લાવી બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આચાર્ય દર્શનાબેન જાની એ જ્યારે ગરીબ લોકોનું પણ તમારા પર ઋણ છે, તેઓ અભ્યાસ માટે ટેક્સ ચૂકવી તમને પરોક્ષ રીતે ભણાવે છે, તેવું સમજાવવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓએ આમાં થોડું ઋણ ચૂકવવા માટે તત્પરતા બતાવી અને દિવાળી પહેલા અન્યના ચહેરા પણ પોતે જે ખરીદી કરે તે સમયે ખુશી આવે તેવી ખુશી લાવવા માટે નાનકડો પ્રયાસ કર્યો હતો.

વાંકાનેરના જ્યાં પાણી અને લાઈટની પણ વ્યવસ્થા નથી તેવા પછાત ગાત્રાળ જંગલ, ગાયત્રી મંદિર રોડ જેવા વિસ્તારોમાં જઇ ત્યાંના લોકોને કપડા, ચપ્પલ તથા બુંદી, ગાંઠીયા-સેવનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ઝુંપડાઓમાં કોઈ હાજર ન હોય તો વિદ્યાર્થીનીઓ દ્વારા ત્યાં ચૂપચાપ કપડા-મીઠાઈ મૂકીને ગુપ્ત દાન પણ કરવામાં આવ્યું હતું.

શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસથી દિવાળી પર્વની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી અને ‘સેવા પરમ ધર્મ’માં માનતા પ્રમુખ લલિતભાઈ મહેતાના આદર્શ સામે રાખી ફટાકડા ફોડવાને બદલે ગૌશાળામાં ગાયો માટે પણ દાન આપી, શાળામાં રંગોળીના રંગો પૂરવાની સાથે અન્યના જીવનમાં પણ રંગ, ખુશી આપવાનો નાનકડો પ્રયત્ન કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text