ટંકારા પોલીસ મથકમાં પ્રોબેશન પી.આઈ.ની નિમણુંક

- text


2018ની બેચના પોલીસ ઈન્સ્પેક્ટરે ટંકારા તાલુકામાં પેટ્રોલીંગ કરી કાયદો વ્યવસ્થા અંગે તાગ મેળવ્યો

ટંકારા : ટંકારા પોલીસ મથકમાં પ્રોબેશન પી.આઈ. તરીકે નયનકુમાર વસાવા મુકાયા છે. તેઓ 2018ની બેચના પોલીસ ઈન્સ્પેક્ટર છે. તેમણે ટંકારા તાલુકામાં પેટ્રોલીંગ કરી કાયદો વ્યવસ્થા અંગે તાગ મેળવ્યો

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે હાલ પ્રોબેશન પિરિયડમાં રહેલા નયનકુમાર વસાવાએ ચાર્જ સંભાળ્યો છે અને તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગુનેગારોને કાયદાનો ભાન કરાવવા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી તાગ મેળવી રહ્યા છે. દિવાળી ટાંકણે ચોરી જેવા બનાવો ન બને અને ખરીદીની ભીડમાં પણ અનિચ્છનીય બનાવ રોકવા તેમણે કમર કસી છે. મકાનમાલિકો વેકેશન દરમિયાન માદરે વતન જતા હોય ત્યારે સાવચેતીરૂપે પોલીસ મથકે જાણ કરવા અથવા બીટ જમાદારને જણાવી અગમચેતી વાપરવા માટે જણાવ્યું છે.

- text

પી.આઈ. વસાવા સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે તેઓ એકસોથી વધુ પોલીસ ઈન્સ્પેક્ટરની ભરતીમા પ્રથમ વખત પરીક્ષા આપી ઉત્તિર્ણ થયા છે. જે આજની યુવા પેઢીએ શીખવા જેવી બાબત છે. ધ્યેય તરફની ગતિ લક્ષ્ય સુધી પહોંચાડેના સુત્રને વળગી નયનકુમાર વસાવાએ સંપ, સેવા અને સુરક્ષા માટે ખાખી વરદી થકી લોક સેવાની પસંદગી કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text