ટ્રેલર હડફેટે આશાસ્પદ યુવાનનું મોત

- text


મોરબીના ઘુટુ- માંડલ રોડ ઉપર બનેલી ઘટના

મોરબી : મોરબીના ઘુટુ- માંડલ રોડ ઉપર ટ્રેલર ચાલકે બાઇકને હડફેટે લેતા આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.આ અકસ્માત સર્જી ટ્રેલર ચાલક નાસી છૂટ્યો હતો.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુટુ- માંડલ રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા કુલદીપ જીતેન્દ્રભાઈ વાઘેલાને ટ્રેલર નંબર આરજે19-જીએફ 9192 ચાલકે હડફેટે લેતા કુલદીપનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે રામકો વિલેજ ઘુટુ ખાતે રહેતા મૃતક કુલદીપના પિતા જીતેન્દ્રભાઇ દીલીપભાઇ વાઘેલાએ અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રેલરના નંબર આરજે19જીએફ 9192ના ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 279, 304 (અ) અને M.V.ACTની કલમ 177,184,134 મુજબ ગુન્હો નોંધી ટ્રેલર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text