રાધે હોસ્પિટલમાં પહેલા અને ત્રીજા ગુરૂવારે મગજ- મણકા-કરોડરજ્જુના નિષ્ણાંત ન્યુરોસર્જનની સેવા ઉપલબ્ધ

- text


વિઝીટિંગ ડોકટર તરીકે અનુભવી ન્યુરોસર્જન ડો. સચિન ભીમાણી સેવા આપશે : મોરબીવાસીઓને હવે દૂરની હોસ્પિટલોમાં નહિ જવું પડે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની રાધે હોસ્પિટલમાં હવે મગજ, મણકા અને કરોડરજ્જુના નિષ્ણાંત ન્યુરોસર્જન ડો. સચિન ભીમાણીની સેવા ઉપલબ્ધ બની છે. તેઓ દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરૂવારે હોસ્પિટલના વિઝીટ ડોક્ટર તરીકે સેવા આપવાના છે.

મોરબીમાં શનાળા રોડ ઉપર મહેશ હોસ્પિટલની સામે વેદાંત હોસ્પિટલના ત્રીજા માળે રાધે હોસ્પિટલ આવેલ છે. જ્યાં નિષ્ણાંત ઇએનટી સર્જન ડો. અલ્પેશ ફેફરની સેવા મળે છે. હવે આ હોસ્પિટલમાં દર્દીઓ માટે વધુ એક સુવિધા વધારવામાં આવી છે. હોસ્પિટલમાં હવેથી દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે સવારે 10થી 1 વિઝીટ ડોકટર તરીકે જાણીતા ન્યુરોસર્જન ડો. સચિન ભીમાણી સેવા આપવાના છે.

ડો. સચિન ભીમાણી મગજ, મણકા, કરોડરજ્જુની સર્જરી અને સારવારના નિષ્ણાંત છે. તેઓ ન્યુરો અને સ્પાઇન સર્જરી ક્ષેત્રે 7 વર્ષનો અનુભુવ ધરાવે છે. ડો.ભીમાણી ટ્રાઇજેમીનલ ન્યૂરાલજીયા (મગજની ચેતા દબાવી), મગજ-મણકા અને કરોડરજ્જુની ઝેરી તથા બિનઝેરી ગાંઠ, મગજનું હેમરેજ, માથા તથા કમરની દરેક પ્રકારની ઇજા, મગજમાં લોહી ન પહોંચવુ, મગજ તથા મણકાનો ટીબી, મગજની નસ ફાટી જવી અથવા ફુલાવી, કમરનો તથા ગરદનનો દુખાવો, ગાદીની તકલીફ સાઈટીકા, હાથ-પગની નસનો દુખાવો, બાળકોના મગજ તથા કરોડરજ્જુની જન્મજાત ખોડ ખાપણના નિષ્ણાંત છે.

તેઓ હાલ રાજકોટ ખાતે રૈયા રોડ ઉપર આવેલી સેલસ હોસ્પિટલમાં પોતાની સેવા આપે છે. હવે મોરબીવાસીઓને ઘર આંગણે જ તેઓના અનુભવનો લાભ મળવાનો છે. વધુ વિગત માટે વીરેનભાઈ આડેસરા મો.નં. 8401908409 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text

- text