મોરબીમાં દારૂ સાથે સગીર અને યુવાન ઝડપાયા

- text


પરસોતમ ચોક નજીકથી સગીર અને કુળદેવી પાન નજીકથી યુવાન દારૂ બોટલ સાથે ઝડપાયો

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે દારૂની બોટલ સાથે સગીરને અને બી ડિવિઝન પોલીસે યુવાનને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પરસોતમ ચોક નજીકથી કાયદાના સંઘર્ષમા આવેલ બાળકિશોરને દારૂની બોટલ સાથે ઝડપી લઈ દારૂની બોટલ આપનાર વાઘપરાના સીદીક ઇસ્માઇલભાઇ ચાનીયા વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.

જ્યારે બી ડિવિઝન પોલીસે કુળદેવી પાન પાસેથી રામકુષ્ણ સોસાયટી સામાકાંઠે રહેતા કિશનભાઇ ધીરૂભાઇ પારેખને એક બોટલ દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text