જન્મદિનની પ્રેરક ઉજવણી : જીલ્લા ભાજપ અગ્રણીએ ગરબીની 500 બાળાઓનો વીમો ઉતારી આપ્યો

- text


 

500થી વધુ બાળકીઓને લ્હાણીનું પણ વિતરણ કરાયું

 

મોરબી : મોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીગ્નેશ હંસરાજભાઈ કૈલાનો આજે જન્મદિવસ છે તેઓ આજે સફળતાના ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જીગ્નેશ કૈલાએ પોતાના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી.

જેમાં જીગ્નેશ કૈલાએ ૫૦૦ જેટલી બાળાઓનો નવરાત્રી પર જ જીવન સુરક્ષા વીમો ઉતારી આપ્યો હતો સાથે જ મોરબીની શેરી ગરબીઓમાં ૫૦૦ થી વધુ બાળકીઓને લ્હાણી વિતરણ કરી પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી ઉલ્લેખનીય છે કે સુમેળભર્યું વ્યક્તિત્વ અને બહોળું મિત્ર વર્તુળ અને સ્વભાવે શાંત મિતભાષી એવા જીજ્ઞેશ કૈલાના જન્મદિવસ પર તેના મિત્ર વર્તુળ માંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

- text

મોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલાના જન્મ દિવસની ભાજપના આગેવાનોએ પણ કેક કાપીને ઉજવણી કરી હતી. જેમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડીયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવીયા , જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા , જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, કારોબારી ચેરમેન જ્યંતિભાઈ પડસુંબીયા, હીરાભાઈ ટમારીયા , પ્રવીણભાઈ સોનગ્રા સહીત આગેવાનો સાથે કેક કાપીને આશિર્વાદ લીધા હતા.

- text